તમારી પાસે રહેલા જૂના પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીના ભવિષ્ય માટે ઉપયોગી બની શકે છે.
સામાજિક અપીલ: 'વિદ્યા દાન' અભિયાન
ઉદય ચેરિટી ટ્રસ્ટ
નમસ્કાર,
શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાની સાથે જ શાળાઓમાં વેકેશનનો પ્રારંભ થાય છે. દર વર્ષે આપણે જોઈએ છીએ કે હજારો રૂપિયાની કિંમતના અમૂલ્ય પુસ્તકો વેકેશન બાદ પસ્તીમાં ખૂબ જ નજીવા ભાવે વેચી દેવામાં આવે છે. જે પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત છે, તે પસ્તી બનીને કચરામાં જાય તે ખરેખર ચિંતાનો વિષય છે.
અમારી નમ્ર અપીલ:
તમારી પાસે રહેલા જૂના પુસ્તકો પસ્તીમાં આપવાને બદલે કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીના ભવિષ્ય માટે ઉપયોગી બની શકે છે. આ ઉમદા કાર્યમાં સહભાગી થવા માટે નીચે મુજબના પગલાં લેવા વિનંતી:
માહિતી શેર કરો: તમારી પાસે ઉપલબ્ધ પુસ્તકોની વિગત (ધોરણ/વિષય) અને ફોટા પાડી તમારા વોટ્સએપ ગ્રુપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરો.
સીધો સંપર્ક: જો કોઈ વિદ્યાર્થી કે વાલીને તે પુસ્તકોની જરૂર હોય, તો તેઓ તમારો સીધો સંપર્ક કરી શકશે. આનાથી પુસ્તકોનો પુનઃઉપયોગ થશે અને કોઈનો ખર્ચ પણ બચશે.
વિદ્યાનું દાન: પસ્તીના થોડા રૂપિયા મેળવવા કરતા, તમારા દ્વારા આપવામાં આવેલ પુસ્તકો કોઈના શિક્ષણનો આધાર બની શકે છે.
“પુસ્તકોને પસ્તીમાં નહીં, જરૂરિયાતમંદના હાથમાં પહોંચાડીએ.”
આ નાનકડો પ્રયાસ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરી શકો છો.
સંપર્ક સૂત્ર:
સતીષભાઈ જેઠવા
ઉદય ચેરિટી ટ્રસ્ટ
📞 મોબાઈલ: +91 95581 44467
.png)


