પત્રકાર એકતા પરિષદ અમદાવાદ જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે તા. ૧૮-૦૩-૨૦૨૬ ના રોજ એક મિટિંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે તા. ૧૮-૦૩-૨૦૨૬ ના રોજ એક મિટિંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગ ની શુભ શરૂઆત અમદાવાદના એબીપીએસ પત્રકારના સંગઠન ના પૂર્વ પ્રમુખ સુજલભાઈ મિશ્રાનું દુ:ખદ અવસાન થયેલ તે અંગે બે મિનિટ મૌન પાળીને તેમની આત્મા ને પ્રભુ શાંતિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ત્યાર પછી પત્રકાર એકતા પરિષદના પ્રદેશના હોદ્દેદારો જેમાં રીતેન્દ્રસિંહ ઝાલા, કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહીર, પ્રમુખ હસમુખભાઇ પટેલ, કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સામરિયા, મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, ઉપપ્રમુખ મનબેન ધોળકિયા, કાજલબેન નગવાડીયા અને મીનાક્ષીબેન પ્રજાપતિએ દિપ પ્રાગટ્ય કરી મિટિંગ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
પત્રકાર એકતા પરિષદ અમદાવાદના કાર્યકારી પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ એ વર્ષ ૨૦૨૬ ની પુરુષ વિંગ અને મહિલા વિંગની નવી કારોબારી સભ્યોની વરણી કરેલ હતી તેઓના નામોની જાહેરાત કરી, સૌ હોદેદારો અને સભ્યોને ગુલાબના ગુલદસ્તા આપીને સૌને બહુમાનીત કરવામાં આવ્યા હતા.
ત્યાર પછી પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલ દ્વારા અમદાવાદના પત્રકારોને એક્સીડન્ટ વીમાની પોલિસી બાબતે જે ૧૦ લાખનો એક્સીડન્ટ ની એક્સીડન્ટ વીમા પોલિસી આપવાની છે તે માટે વહેલા માં વહેલી તકે ફોર્મ ભરવા માટે હોદ્દેદારોને વિનંતી કરેલ હતી, અને વધુમાં જણાવેલ કે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષશ્રી લાભૂભાઈ કાત્રોડિયા અને અલગ અલગ ટીમના જિલ્લા પ્રમુખો અને જિલ્લાના સંગઠનના સૌ સભ્યોની અથાગ મહેનતથી તાજેતરમાં ચાલી રહેલ વિધાનસભામાં રાજ્યોના પત્રકારોના હિત અને સુરક્ષા મુદે માંગણીઓ રજૂ કરવામાં આવી છે તેમાં દરેક જિલ્લા મુખ્યાલયમાં પત્રકારોને બેસવા અને કામકાજ માટે રૂમ ની અલાયદી વ્યવસ્થા આપવા, પત્રકારોને વીમા કવચ આપવાની માંગ, પત્રકારો ઉપર થઈ રહેલ હુમલાઓ અટકાવવા કડક કાયદો બનાવવા અને હુમલો કરનારને કડક સજા અને પત્રકારોને રક્ષણ આપવાની માંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદમાં વર્ષ ૨૦૨૬ માં જે અધિવેશન કરવાનું છે તે અંગેની તૈયારીઓ કરવા માટે ની જાહેરાત મીડિયાના પ્રવક્તા અને ઉપપ્રમુખ શ્રી વસંતભાઈ બ્રહ્મભટે કરી હતી.
.png)

