જૈન દર્શન મુજબ મૃત્યુ પછી દેહનો તાત્કાલિક નિકાલ કરવાની આવશ્યકતા–એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ





🌸જૈન દર્શન મુજબ મૃત્યુ પછી દેહનો તાત્કાલિક નિકાલ કરવાની આવશ્યકતા–એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ🤔
👉જૈન ધર્મમાં જીવન અને મૃત્યુ, બંનેને અત્યંત ગહન અને કર્મસિદ્ધાંત પર આધારિત દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. જ્યારે જીવ આત્માને ત્યાગે છે, એટલે કે મૃત્યુ પામે છે, ત્યારે તે કર્મોનાં ફળ સ્વરૂપે આગળના યોનિમાં પ્રવેશ કરે છે. પરંતુ મૃત્યુ પછી જે દેહ છૂટી જાય છે, તે હવે જીવ રહિત હોય છે, અને કુદરતી રીતે તેમાં વિઘટન પ્રકિયા શરૂ થાય છે.*

👉જૈન તત્વજ્ઞાનો જણાવે છે કે મૃત્યુ પછી માત્ર બે ઘડી (૪૮ મિનિટ) પણ વિતતી નથી કે મૃતદેહમાં અસંખ્ય સંમૂર્છિત જીવો અલ્પબોધયુક્ત, અતિસૂક્ષ્મ જીવ કુથુંઆ જીવો ઉપસ્થિત થવા લાગે છે. આ જીવો દુર્ગંધ, શારીરિક વિઘટનથી ઉતપન્ન થાય છે. જો દેહનો સમયસર નિકાલ ન થાય, તો આ સૂક્ષ્મ જીવોની હિંસા થવાનું જોખમ વધી જાય છે, જે પાપનું બંધન ઊભું કરે છે....

200 ₹ फ्री शिपिंग आल इंडिया
कॉल 9924091685
👉જૈન ધર્મનું મુખ્ય તત્વ “અહિંસા પરમો ધર્મ” છે. દરેક જીવમાં આત્માનો વાસ છે અને કોઈપણ પ્રકારની હિંસા એવમ સુક્ષ્મજીવોની પણ હિંસા ઘોર પાપનું કારણ બની શકે છે. તેથી જ જૈન પરંપરામાં મૃત્યુ પામેલ વ્યક્તિના દેહનો તાત્કાલિક અને યથાસંભવ હિંસામુક્ત રીતે જલ્દીથી નિકાલ કરવાનું મહત્વ સ્પષ્ટપણે સમજાવાયું છે. 👉ઘણાં જૈન ઘરમાં એવું મનાય છે કે દેહ ધારી જીવના અવસાન પછી શોક કરતા કરતાં સમય વિતાવવાના બદલે, કોઈ પરિવાર જનની રાહ જોયા વગર તત્કાળ ધાર્મિક વિધિઓ તથા દેહના શાસ્ત્રોક્ત નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ ઉચિત છે. આ ક્રિયા એક આધ્યાત્મિક જવાબદારી છે જેથી વ્યક્તિ પોતાનો અને અન્ય જીવોના જીવન પર પાપના અસરકારક બંધનથી બચી શકે... 👉પાપભીરુ અને આત્મજાગૃત વ્યક્તિઓ માટે આ વિષય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મૃત્યુ પછી પણ ધ્યાન ન રાખવામાં આવે તો પાપ બંધાઈ શકે છે એવું માનવામાં આવે છે. તેથી જ વૈરાગ્ય, સમ્યગ્દર્શન અને અહિંસાની ભાવના ધરાવતા વ્યક્તિઓએ જલ્દી અગ્નિસંસ્કાર કરવા અને શરીરને વધુ હિંસાનો કેન્દ્ર બનવાથી બચાવવાનો સંકલ્પ કરવો જોઈએ. એ માટે પોતાનું એક આધ્યાત્મિક વિલ બનાવવું જોઈએ.... 👉ઘણી જગ્યાએ મૃત્યુ પામેલા પરિજનની રાહ જોઈને દેહને બે-ત્રણ દિવસ સુધી રાખવામાં આવે છે, ઘણીવાર તેને બરફમાં પણ સ્થિર કરવામાં આવે છે. જૈન દર્શન અનુસાર, બરફમાં પણ અસંખ્ય સૂક્ષ્મજીવો હોવાના કારણે તે અહિંસાને ઉલ્લંઘે છે. આથી, સમયનો વિલંબ કર્યા વિના, શ્રદ્ધા અને કરુણાભાવથી દેહનો યથાશીઘ્ર વિધિવત સંસ્કાર કરવો જ યોગ્ય છે... 👉આ અભિગમ માત્ર સંસ્કૃતિ અથવા સામાજિક રિવાજ નથી, પણ તે જૈન તત્વવિચારણાની ઊંડાણપૂર્વકની સમજ પર આધારિત છે જે જીવનની અંતિમ ક્ષણ સુધી કર્મનિયમ અને અહિંસાના માર્ગને અપનાવવાનું સૂચવે છે....🤔🙏🙏

'/>