सकल संघ को आमंत्रण
*તા.6/1 અને 7/1 રાજકોટ સંયમી આત્માઓના જય જયકારથી ગૂંજી અને ગાજી ઊઠશે...*
સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે નેમિનાથ વીતરાગ જૈન સંઘ અને મહાવીર નગર સ્થા.જૈન સંઘ સંકલિત સંયમ અનુમોદના મહોત્સવનું આયોજન...
*તા.6/1/18 અને 7/1/18 ના રાજકોટમાં એક સાથે બાર - બાર મુમુક્ષુઓનું જાજરમાન અભિવાદન,દશૅનીય શોભાયાત્રા,સમૂહ સાંજી,ભકિત સંગીત,નવકારશી,સાધર્મિક ભક્તિ સહિતના અનેરા આયોજનો....*
જૈન સંઘોમાં અપૂવૅ ઉત્સાહ...
બે દિવસ ધમૅનગરી રાજકોટ વૈરાગ્યમય બનશે....
આગામી તા.4/2/18 ના પાવન દિવસે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે પરમધામ,પડઘા મહારાષ્ટ્ર ખાતે *સ્થાનકવાસી જૈન સમાજના ઈતિહાસમાં એક સૂવૅણ પૃષ્ઠ ઊમેરાશે.*એક સાથે બાર - બાર મુમુક્ષુ આત્માઓ સારાય સંસારનો ત્યાગ કરી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીરના માર્ગે કદમ માંડશે. *નેટ -ચેટ,મોબાઈલ અને મોલના આ યુગમાં મુમુક્ષુ આત્માઓ યાવત્ત જીવન મુહપત્તિ,પાત્રા અને રજોહરણને અંગીકાર કરી જિન શાસનની આન - બાન અને શાનને વધારશે.*
આ બાર - બાર મુમુક્ષુ આત્માઓનું સમગ્ર ભારતના વિવિધ સંઘોમાં શાહી સન્માન થઈ રહ્યું છે તે અંતર્ગત આગામી તા. 6/1/18 અને 7/1/18 બે દિવસ ધમૅનગરી રાજકોટમાં મુમુક્ષુ આત્માઓ પધારી રહ્યાં છે.આ બાર મુમુક્ષુ આત્માઓમાંથી બે મુમુક્ષુ આત્માઓ *અંકિતાબેન વોરા* શ્રી મહાવીર નગર સંઘની દિકરી એવમ્ *ચાર્મિબેન કામદાર* શ્રી નેમિનાથ - વીતરાગ સંઘ *એમ રાજકોટ ની બબ્બે દિકરીઓ હોવાના કારણે રાજકોટમાં ઉત્સાહ અનેરો છે.*
સંયમ અનુમોદના મહોત્સવ અંતર્ગત કાયૅક્રમોમાં તા.6/1/18 ના રોજ બપોરના 2:00 થી 4:00 કલાક દરમ્યાન *બહેનોની સમૂહ સાંજી* શ્રી નેમિનાથ - વીતરાગ જૈન સંઘ ખાતે યોજાશે.સાંજે 6:30 થી 9:00 ભાગ્યશાળી દીક્ષાર્થી પરીવાર જીતેન્દ્રભાઈ કામદારના નિવાસ સ્થાને *સુપ્રસિધ્ધ સંગીતકાર ગોંડલના કૌશિકભાઈ મહેતાના મધુર સ્વરે* ભક્તિ સંગીતમા ભાવિકો ભાવિત થશે અને *મુમુક્ષુ ચાર્મિબેનને કામદાર પરીવાર* સહષૅ વિદાય આપશે.
તા.7/1/18 ના સોનેરી સૂર્યોદયે 7:15 કલાકે પેસિફીક હાઈટ,ન્યુ એરા સ્કુલ સામે,રૈયા રોડ ખાતે *શાતાકારી નવકારશી*નું વોરા પરીવાર દ્રારા આયોજન કરવામાં આવેલ છે.નવકારશી બાદ સવારના 8:15 કલાકે ઐતિહાસિક અને દશૅનીય મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રા પેસિફીક હાઈટ પાસેથી *શ્રી નરેન્દ્રભાઈ પારેખ ચોક* થી શુભ પ્રસ્થાન થશે.આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રભુ મહાવીરના જયનાદ તથા સંયમ અનુમોદનાના ગગનભેદી નારાઓ... *આજનો દિવસ કેવો છે ? સોના કરતાં મોંઘો છે.સોના કરતા મોંઘુ શું ? સંયમ..સંયમ*ના વૈરાગ્યસભર નાદથી રાજકોટના રાજમાર્ગો ઉપર પસાર થશે.ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રા તથા મુમુક્ષુ આત્માઓનું *શહેરની અઢારે આલમ તથા વિવિધ સંસ્થાઓ તરફથી* રાજકોટના રાજમાર્ગો ઉપર સન્માન કરવામાં આવશે.આ *શોભાયાત્રા લીંબુડીવાડી,નિમૅલા કોન્વેન્ટ રોડ,કનૈયા ચોક,રૈયા રોડ થઈ નેમિનાથ - વીતરાગ સંઘ ખાતે આચાર્ય ભગવંત શ્રી ડુંગરસિંહજી મ.સા.પટાંગણ*માં " સંયમ અનુમોદના સભા " માં પરિવર્તિત થશે.આ અનુમોદના સભામાં *ગોંડલ સંપ્રદાયના પૂ.સુશાંત મુનિ મ.સા.તથા ડુંગર દરબારના વિશાળ સતિવૃંદ ઉપરાંત અજરામર સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, ધમૅદાસ સંપ્રદાય, ગોપાલ સંપ્રદાય સહિત રાજકોટમાં બીરાજીત પૂ.સંત - સતિજીઓનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થશે.*અનુમોદના *સમારોહ મધ્યે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓ દ્રારા મુમુક્ષુ આત્માઓનું શાહી અને જાજરમાન અભિવાદન કરવામાં આવશે.*સંયમ અનુમોદના *સમારોહ પૂણૅ થયા બાદ સાધર્મિક ભક્તિનું આયોજન* કરવામાં આવેલ છે તેના પાસ શોભાયાત્રા પ્રસ્થાન સમયે આપવામાં આવશે.સાંજે 6:30 કલાકે પેસિફીક હાઈટ સામેના પટાંગણમાં ભારતના નામાંકિત અમદાવાદના સંગીતકાર શ્રી *હાર્દિકભાઈ તપોવની*ના સથવારે ભક્તિ ભાવમાં સૌ તરબોળ બનશું અને *મુમુક્ષુ અંકિતાબેનને વોરા પરીવાર ખુશાલી સાથે વિદાય આપશે.*પ્રચાર - પ્રસારની જવાબદારી જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને સોંપવામાં આવેલ છે.વિશેષ વિગત માટે નેમિનાથ - વીતરાગ સંઘના *ભરતભાઈ દોશી* મો.98242 00670 તથા મહાવીર નગર સંઘના *પ્રતાપભાઈ વોરા* મો.94272 55005 ઉપર સંપર્ક કરવા સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘની યાદિમાં જણાવાયું છે.
*શ્રી નેમિનાથ - વીતરાગ સંઘમાં પૂ.પ્રભાબાઈ,પૂ.ભદ્રાબાઈ આદિ વિશાળ સતિવૃંદનું મંગલ પદાપૅણ...*
બાર - બાર મુમુક્ષુ આત્માઓના સંયમ અનુમોદના મહોત્સવ પ્રસંગને યશસ્વી અને અવિસ્મણીય બનાવવા ગોંડલ સંપ્રદાયના પૂ.પ્રભાબાઈ,પૂ.ભદ્રાબાઈ આદિ ઠાણાઓ શ્રી નેમિનાથ - વીતરાગ સંઘમા પધારેલ છે.સવારના 9:15 થી 10:15 " અનુમોદના એ અનંતા કર્મોની નિજૅરાનો અવસર " વિષય ઉપર પ્રવચન ફરમાવશે.ધમૅ પ્રેમીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
.png)
